Video: અમદાવાદમાં 26 કરોડના ખર્ચે ટાઉનહોલના નવીનીકરણની કામગીરી આખરે શરૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને યુ.એન. મહેતા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આશરે 26 કરોડ રૂપિયાના ખર્ચે ઐતિહાસિક ટાઉનહોલનો કાયાકલ્પ કરવામાં આવશે. ડિઝાઇનમાં ફેરફારના કારણે એક વર્ષ વિલંબથી શરૂ થઈ રહેલા આ પ્રોજેક્ટ હેઠળ હૉલ, સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ અને બેઠક વ્યવસ્થાને સંપૂર્ણપણે અત્યાધુનિક બનાવાશે. આ ઉપરાંત ટાઉનહોલની આસપાસના પરિસરનું પણ નવીનીકરણ કરીને આકર્ષક લુક આપવામાં આવશે. નવીનીકરણ પૂર્ણ થતાં જ અમદાવાદના કલાકારો અને શહેરીજનોને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વધુ સક્ષમ અને સુસજ્જ સુવિધાઓ પ્રાપ્ત થશે.







