Video: અમદાવાદમાં ૨૪ ઓક્ટોબરથી આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલ ૨૦૨૬નો ભવ્ય પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ૨૪ ઓક્ટોબરથી ૧ નવેમ્બર દરમિયાન ૧૨મા ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરનજીત સિંહ સંધુની ખાસ ઉપસ્થિતિમાં આ મહોત્સવનો પ્રારંભ થશે. આ નવ દિવસીય ફેસ્ટિવલમાં ૭૦૦થી વધુ બુક સ્ટોલ્સ પર વિવિધ પ્રકારના પુસ્તકો વાંચકો માટે ઉપલબ્ધ રહેશે. સાહિત્ય, કવિતા, ગઝલ, સંગીત અને નાટક જેવા સર્જનાત્મક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત બાળકો માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ, સ્ટાર્ટઅપ પ્રોડક્ટ્સનું પ્રદર્શન તેમજ ફૂડ સ્ટોલની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, જેથી નાનાથી લઈને મોટેરાઓ સુધીના તમામ લોકો આ અદ્ભુત જ્ઞાન ઉત્સવનો ભરપૂર આનંદ માણી શકે.








