સુરતમાં મેઘરાજાની પધરામણી, વરસાદી ઝાપટાથી પ્રસરી ઠંડક, સવારે કામ પર જતાં લોકો અટવાયા
સુરતમાં મેઘરાજાની પઘરામણી ધીમા પગલે થઈ છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.

સુરતમાં મેઘરાજાની પઘરામણી ધીમા પગલે થઈ છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરાછા, કાપોદ્રા, કતારગામ, લિંબાયત, ઉધના, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નોકરી-ધંધા પર જતા લોકો રેઈનકોટ વગર નીકળ્યા હોવાથી અટવાયા હતાં. ઓવરબ્રિજનો સહારો લીધો હતો.
હળવા વરસાદની ચોમાસાનું આગમન
હવામાન વિભાગે પાંચ દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી જ સુરતનું આકાશ કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયું હતું. ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ હતી. વહેલી સવારે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારના સમયે જ વરસાદ આવતા નોકરી-ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદી સીઝનના દિવસો વધુ રહેશે
ચોમાસાની સીઝનના 90-95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે છે. જેમાંથી 9 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ સીઝન દરમિયાન ગુજરાતમાં કચ્છ, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવા 5 ઝોનમાં વર્ષ 1992-2021 સુધીમાં એવરેજ કચ્છમાં 456 મીમી, પૂર્વ ગુજરાતમાં 806 મિમી, ઉત્તર ગુજરાતમાં 720 મીમી, સૌરાષ્ટ્રમાં 717 મીમી અને દક્ષિણ ગુજરાતમાં 1476 મીમી વરસાદ પડતો હોય છે ત્યારે આ વર્ષે પણ ચોમાસામાં સારો વરસાદ પડવાની શક્યતા છે.








