મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: પોલીસ પતિ દારૂના નશામાં કરતો હતો મારઝૂ઼ડ, મહિલાએ ફિનાઈલ પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

રાજ્યમાં ઘરેલુ હિંસાના સતત કેસો સામે આવતા રહેતા હોય છે, તે સભ્ય સમાજ માટે એક શરમજનક બાબત છ

પાટણ: પોલીસ પતિ દારૂના નશામાં કરતો હતો મારઝૂ઼ડ, મહિલાએ ફિનાઈલ પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

રાજ્યમાં ઘરેલુ હિંસાના સતત કેસો સામે આવતા રહેતા હોય છે, તે સભ્ય સમાજ માટે એક શરમજનક બાબત છે. રાજ્યના પાટણમાંથી જ મહિલાને ત્રાસ આપતો કેસ ચર્ચામાં આવ્યો છે.  પાટણમાં પોલીસકર્મી જયેશ સોલંકી સામે તેમના પત્નીએ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવતા પોલીસ બેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

મહિલાએ કંટાળીને ફીનાઇલ પીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ

કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જેમાં પત્નીએ શારીરિક-માનસિક ત્રાસ આપતા ઘરે ફીનાઇલ પી  ને જીવાદોરી ટુંકાવવાની કોશીશ કરી હતી. આ મહિલાને ધારપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી.

 પોલીસ કર્મી દારૂના નશામાં પત્નીને મારઝુડ કરતો

પત્નીએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે પતિને સટ્ટો રમવાની તથા દારૂ પીને નશો કરવાની કુટેવ પડી હતી. તથા દારૂના નશામાં પત્નીને મારઝુડ કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો