અમદાવાદના 'ટ્રાન્સસ્ટેડિયા'ના પાટિયાં પડી જશે, ડ્રીમ પ્રોજોક્ટ પાસે નાણાં ખૂટ્યા
અમદાવાદમાં વર્ષ 2016માં કાંકરિયા ખાતે 550 કરોડના ખર્ચે ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ પીપીપી ધોરણે ખુલ્લું મુકાય

અમદાવાદમાં વર્ષ 2016માં કાંકરિયા ખાતે 550 કરોડના ખર્ચે ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ પીપીપી ધોરણે ખુલ્લું મુકાયું હતુંય શહેરના મધ્યમાં 20 હજાર દર્શકો ફુટબોલની મેચ નિહાળી શકે તેવું સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આબાદ ડેરીની જગ્યા પર આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.
2016માં કબડ્ડી વર્લ્ડકપ યોજીને ઝાકમઝાળ ઉભી કરાઈ
ચર્ચા છે કે સ્ટેડિયમના નિર્માણ-સંચાલનનો કોઈ અનુભવ જ નહોવા છત્યાં હાલોલમાં ઓટો પાર્ટ્સ બનાવતી સેટકો ઓટોમેટીવ કંપનીના માલિક અને તેના પુત્રને ટ્રાન્સસ્ટેડિયાનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો.કાંકરીયા સ્થિત સ્ટેડિયમમાં વર્ષ 2016માં કબડ્ડી વર્લ્ડકપ યોજીને ઝાકમઝાળ ઉભી કરાઈ હતી. વર્ષ 2019માં ઈન્ટરનેશનલ ફુટબોલનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2020માં વુમન વર્લ્ડકપ ફીફા, યુ-17 યોજવાનું નક્કી કરાયું હતું, પરંતુ કોરોનાના કારમે બધુંય પડતું મુકવામાં આવ્યું હતું.
આ સ્ટેડિયમમાં રમતો જ નહીં, સ્પોન્સરશીપની તગડી રકમ મેળવી સ્ટાર-મ્યુઝિકલ નાઈટ્સ યોજી તામઝામ ઉભો કરાયો હતો. સ્ટેડિયમની આસપાસ બ્રાન્ડેડ કંપનીઓને સ્ટોર ભાડે આપવામાં આવ્યા છે.
ટ્રાન્સસ્ટેડિયાના નામે એક યુનિવર્સિટી પણ ચાલી રહી છે, જેમાં વિવિધ અભ્યાસક્રમો પણ ચાલી રહ્યા છે. મોલ, ક્લબ અને યુનિવર્સિટીની આવક વચ્ચે ટ્રાન્સસ્ટેડિયા હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ અને એસઈ ટ્રાન્સટેડિયા પ્રાઈવેટ લિમિટેડે આર્થિક સધ્ધરતા કેમ ગુમાનવી દીધી તે તપાસનો વિષય છે.
ટ્રાન્સસ્ટેડિયાની બે કંપનીઓ હાથ અધ્ધર કરી દીધા
રમતગમતના પ્રોત્સાહન ખાતર રાજ્ય સરકારે આબાદ ડેરીની મોકાની વિશાળ જગ્યા ટ્રાન્સસ્ટેડિયા કંપનીને આપી દીધી હતી. હવે સ્ટેડિયમને નિર્માણ થયા બાદ હવે ઈન્સોલવન્સી ફાઈલ કરવામાં આવી છે. બંને કંપનીઓએ જાહેર કર્યું છે કે, લેણદારને ચૂકવવા નાણાં જ નથી. ટ્રાન્સસ્ટેડિયાની બે કંપનીઓ હાથ અધ્ધર કરી દેતા હવે કોનાં નાણા ડૂબી રહ્યા છે છે તે પણ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે.
નાણાંકીય પૂર્તતા નહી કરે તો કંપની ફડચામાં જઈ શકે છે
એક બાજુ, ગુજરાતમાં ઓલમ્પિક ગેમ્સ રમાડવા આયોજન થઈ રહ્યું છે તેના માટે સ્પોર્ટસ ફેસિલીટી ઉભી કરવા સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમનું શટર પડી જાય તેમ છે. એવું જાણવા મળ્યુ છેકે, નિર્ધારિત સમયમાં નાણાંકીય પૂર્તતા નહી કરે તો કંપની ફડચામાં જઈ શકે છે.








