મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબીમાં જાહેર સભામાં યુવકને થપ્પડ મારનાર AAPનો કાર્યકર જ નીકળ્યો

મોરબીમાં આપની સભામાં નાગરિક પર હુમલો થવાનો મામલાને પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આને ભાજપનું કા

મોરબીમાં જાહેર સભામાં યુવકને થપ્પડ મારનાર AAPનો કાર્યકર જ નીકળ્યો

મોરબીમાં આપની સભામાં નાગરિક પર હુમલો થવાનો મામલાને પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આને ભાજપનું કાવત્રુ ગણાવ્યું હતું. પરંતુ નાગરિકને થપ્પડ મારનાર વ્યક્તિ અશ્વિન પટેલ આપનો જ કાર્યકર નીકળ્યો છે. અશ્વિન પટેલ 2022થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે. અશ્વિન પટેલના facebook એકાઉન્ટમાં ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ સાથે ફોટાઓ પણ સામે આવ્યા છે. આપ કાર્યકર અશ્વિન પટેલના ઇસુદાન ગઢવી સાથે અને આપના ખેસ ધારણ કરેલા ફોટા વાયરલ થયા છે. 

લાફાકાંડ બાદ જિલ્લા આપ ઉપપ્રમુખની એફબીમાં વિવાદિત પોસ્ટ વાયરલ થઈ છે. આપ ઉપપ્રમુખે લખ્યું છે કે, અમારાથી દૂર રહેજો બાકી લાફાવાળી થશે. એવો મેસેજ મુક્યો હતો. આપના જિલ્લા હોદ્દેદારની વિવાદિત પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. આપ આગેવાન ચંદ્રકાન્ત વિરામગામાની પોસ્ટથી વિવાદ વધુ વકરે તો નવાઈ નહીં. 

શું હતી ઘટના 

મોરબી રાજનગરમાં આમ આદમી પાર્ટીમાં લાફા ઝીંકવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ભોગ બનનાર ભરત ફૂલતરીયા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. મોડી રાત્રે યુવક પરિવાર સાથે ફરિયાદ નોંધવા પહોંચ્યો હતો. ભોગ બનનાર ભરત ફૂલતરિયાએ કહ્યું કે, સ્ટેજ પર બેઠેલા નેતાઓના ઇશારે મને માર મારવામાં આવ્યો હતો. મેં કોઈ નશો કર્યો નથી. હું મેડિકલ કરાવવા પણ તૈયાર છું. ભરત ફૂલતરીયાની અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. 

જાહેરમાં લાફો મારવાં બાબતે  મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આમ આદમી પાર્ટીની જનસભામાં યુવકને લાફો મરાયો હતો. પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને સવાલ કરતા લાફો માર્યો હતો. કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કહ્યું કે, વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે. આ ઘટના નિંદનીય છે. જેને સખ્ત શબ્દોમાં વખોડું છું. 

આ સમાચાર શેર કરો