મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PMJAY યોજના કે 'કટકી યોજના', ભ્રષ્ટ અધિકારીઓનાં છલકાયાં ખિસ્સાં

ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલોમાં ઉમદા તબીબી સારવાર મળી રહે તે માટે PMJAYએ યોજનાએ ગરીબ દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત

PMJAY યોજના કે 'કટકી યોજના', ભ્રષ્ટ અધિકારીઓનાં છલકાયાં ખિસ્સાં

ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલોમાં ઉમદા તબીબી સારવાર મળી રહે તે માટે PMJAYએ યોજનાએ ગરીબ દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઈ છે, પણ આ યોજના કોર્પોરેટ હોસ્પિટલો માટે કમાણીની યોજના બની રહી છે, તો ભ્રષ્ટ આરોગ્ય અધિકારીઓ માટે કટકી યોજના પુરવાર થઈ રહી છે.

કરોડો રૂપિયા ફાળવતાં જ આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓને જાણે ફાવતું

અત્યારે PMJAY યોજના સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલમાં કેવી સારવાર થાય છે? દર્દીઓ સંતુષ્ટ છે કે પછી લોલંલોલ ચાલી રહ્યું છે, તો કોઈ પૂછનાર જ નથી. તેનું કારણ એ છે કે કરોડો રૂપિયા ફાળવતાં જ આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓને જાણે ફાવતું જડ્યું  છે.

આ પણ વાંચો:પાટણઃ 1.20 લાખમાં બાળકનો સોદો, ખરીદનારે 51 રૂપિયા ટોકન આપ્યું, પછી આ રીતે ફુટ્યો ભાંડો!

ગરીબ દર્દીઓ તો સારવારને લઈને બિલ્કુલ અજાણ

મફત સારવારને લીધે ગરીબ દર્દીઓ તો સારવારને લઈને બિલ્કુલ અજાણ છે, પણ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલોને તો બખ્ખાં થયા છે. પાટનગર ગાંધીનગરમાં નવા અને જૂના સચિવાલયમાં ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલના દલાલો-મેડીયેટરોએ જાણે અંડિગા જમાવ્યા છે.PMJAY યોજના હેઠળ ક્લેઈમ પાસ કરાવવા માટે દવાવો આંટાફેરા મારતાં હોય છે. આરોગ્ય વિભાગમાં તો પૈસા ફેંકો તમાશા દેખો જેવો ઘાટ છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે ગરીબ દર્દીઓને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે PMJAY યોજના માટે 3100 કરોડ ફાળવ્યા છે.  

હોસ્પિટલ માલિકો-સંચાલકો અને ભ્રષ્ટ આરોગ્ય અધિકારીઓની મીલીભગત

જો કમિશન મળે તો લાખો-કરોડો રૂપિયા ખિસ્સામાં જાય, સરકાર જે હેતુથી સરકારી યોજના પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચે છે, તેનો છેવાડોના માનવી સુધી પહોંટે છે કે કેમ તે કોઈ જોનારું રહ્યું નથી. આ કારણોસર ભ્રષ્ટ અધિકારીઓને મોકળું મેદાન મળ્યું છે. હોસ્પિટલ માલિકો-સંચાલકો અને ભ્રષ્ટ આરોગ્ય અધિકારીઓની મીલીભગત સિવાય આ કૌભાંડ શક્ય જ નથી. દર્દીઓના જીવ સાથે રમત રમતી ખ્યાતિ-ભાગ્યોદય જેવી હોસ્પિટલોને ગણતરીની મિનીટોમાં સર્જરી-પ્રોસિજર માટેની મંજૂરી મળી જાય, દર્દીના રોગની સારવારનો ક્લેઈમ પણ થઈ જાય. આ બધું જ પ્રસ્થાપિત કરે છે કે ક્યાંક ને ક્યાંક મીલીભગત છે. ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં રાજનેતા, બિલ્ડરો, ફાર્મસી કંપનીઓનું રોકાણ છે, હોસ્પિટલોના છેડા છેક ગાંધીનગર સાથે જોડાયેલાં છે.

આ સમાચાર શેર કરો