મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિદેશી દારૂની હેરાફેરીમાં પોલીસ કોન્સ્ટેબલનું નામ ખુલ્યું, પ્રાંતિજ પાસે SMCએ ઝડપ્યો હતો જથ્થો

અરવલ્લી પછી હવે સાબરકાંઠામાં પોલીસની આબરૂ ધૂળધાણી થાય તેવી ઘટના સામે આવી છે. સાબરકાંઠાના

વિદેશી દારૂની હેરાફેરીમાં પોલીસ કોન્સ્ટેબલનું નામ ખુલ્યું,  પ્રાંતિજ પાસે SMCએ ઝડપ્યો હતો જથ્થો

અરવલ્લી પછી હવે સાબરકાંઠામાં પોલીસની આબરૂ ધૂળધાણી થાય તેવી ઘટના સામે આવી છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં ઝડપાયેલા વિદેશી દારૂમાં પોલીસ કોન્સ્ટેબલનું નામ ખુલ્યું છે. સાબરકાંઠા પોલીસના નાક નીચે SMCની ટીમે પ્રાંતિજ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસ કોન્સ્ટેબલ જ દારૂની કરતો હતો હેરાફેરી

સાબરકાંઠાના પ્રાંતિજ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. SMCએ સાબરકાંઠા પોલીસના નાક નીચેથી જ પ્રાંતિજ પાસેથી વિદેશી દારૂની 1231 બોટલ જપ્ત કરી હતી જેની બજાર કિંમત 3 લાખ 48 હજાર થવા જાય છે.

પોલીસે 8 લાખ 49 હજારનો મુદ્દામાલ કબ્જે કરી 6 લોકો સામે ફરિયાદ નોંધી હતી. ફરિયાદમાં દારૂની ગાડીનું પાયલોટિંગ કરવામાં પોલીસ કોન્સ્ટેબલનું નામ ખુલ્યું હતું. અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલનું નામ ખુલ્યું છે. હવે પોલીસ દ્વારા શું તપાસ કરવામાં આવે છે તે તો સમય જ બતાવશે પણ વિદેશી દારૂની હેરાફેરીમાં પોલીસ કોન્સ્ટેબલનું નામ ખુલતા જ પોલીસની વર્ધીને દાગ લાગી ગયો છે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી, નરોડા GIDCમાંથી દારુનું ગોડાઉન પકડાતા PI સસ્પેન્ડ

અરવલ્લીમાં પણ પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી મળ્યો હતો દારૂનો જથ્થો

અરવલ્લીમાં પણ પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.અરવલ્લીના ધનસુરાના રહીયોલ ગામમાં LCBની ટીમે દરોડા પાડી પોલીસકર્મીના ઘરમાંથી જ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

આ સમાચાર શેર કરો