મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હળવદ તાલુકામાં મંદિરમાં થયેલી ચોરીની ઘટનાનો ઉકેલાયો ભેદ

મોરબીના હળવદ તાલુકામાં ચરાડવા મહાકાળી આશ્રમ, ધાંગધ્રા અને વસ્તડી મેલડી માતા

મોરબીના હળવદ તાલુકામાં ચરાડવા મહાકાળી આશ્રમ, ધાંગધ્રા અને વસ્તડી મેલડી માતાજી મંદિરમાં થયેલી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. એલસીબીએ ચાર શખ્સોને ઝડપી પાડી, રૂપિયા 2.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી. આરોપીઓએ મંદિરોમાંથી રોકડ રૂપિયા, દાનપેટીની રકમ તથા સોના અને ધાતુના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓની કબૂલાતના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો