મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar news: જામસાહેબ અને પ્રણવ અદાણીની મુલાકાતના રહસ્ય પરથી પડદો ઉચકાયો, જામસાહેબના પત્રએ કર્યો ખુલાસો

ગુજરાતના જામનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જામસાહેબ અને અ

Jamnagar news: જામસાહેબ અને પ્રણવ અદાણીની મુલાકાતના રહસ્ય પરથી પડદો ઉચકાયો, જામસાહેબના પત્રએ કર્યો  ખુલાસો

ગુજરાતના જામનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જામસાહેબ અને અદાણી વચ્ચેના વ્યવહરોની જે અટકળો વહેતી હતી તેનો પત્ર દ્વારા અંત આવ્યો છે. જામનગરના જામસાહેબ અને  અદાણી ગ્રુપના પ્રણવ અદાણીની  ખાસ મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. ત્યારે તમામ અટકળોનો અંત લાવીને  જામસાહેબે એક પત્ર જાહેર કર્યો હતો.

 જામ સાહેબે તેમની સ્થાવર મિલકતો અદાણીને ડેવલોપ કરવા માટે સોંપી 

આ પત્રમાં જામસાહેબે ઉલ્લેખ કર્યો હતો કે જામ સાહેબે તેમની ખાસ અને અગત્યની સ્થાવર મિલકતો અદાણીને ડેવલોપ કરવા માટે સોંપી છે. તેમાં ઉલ્લેખ કર્યો છે કે અદાણી ગ્રુપને મિલકતોને ડેવલોપ કરવા માટે કાયદેસરના હક્કો આપ્યા છે. મે આ મિલકતોને વેચી નથી, સામાન્ય રકમથી ડેવલોપ કરવા માટે સોંપી છે. જામનગરને અદાણી એમના વિચારોથી આગળ વધારીને મારા સ્વપ્ન મુજબનું સુંદર બનાવશે.

આ સમાચાર શેર કરો