Rajkot news: 18 વર્ષના ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની હત્યાના મામલો, પરિવારજનો અને સમાજના આગેવાનોમાં ભારે રોષ
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં 18 વર્ષના ધાર્મિક ઉર્ફે પ્

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં 18 વર્ષના ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની હત્યાના મામલે મૃતક યુવાનના પરિવારજનો અને સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતકના પિતાએ જણાવ્યું કે, ધાર્મિક તેના મિત્રના જન્મદિવસની ઉજવણી માટે ગયો હતો. તે દરમિયાન બાગ નજીક મયુર લઢેર નામના શખ્સ સાથે માથાકૂટ થતાં તેની હત્યા કરવામાં આવી છે. પિતાએ ઉમેર્યું કે, તેમનો દીકરો કપડાના શોરૂમમાં નોકરી કરતો હતો.
મયુર લઢેરનો અવારનવાર ત્રાસ
પરિવારજનોએ પોલીસ પાસે ન્યાયની માગણી કરી છે અને આરોપીનું સરઘસ કાઢવામાં આવે તેવી માગ કરી છે. તેમના મતે, આરોપી મયુર લઢેરનો અવારનવાર ત્રાસ હતો અને તેની વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. સમાજના આગેવાનો પણ એકઠા થઈને ન્યાયની લડતમાં જોડાયા છે..




