સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના યુવાન પર ફાયરિંગ કરીને શખ્સો ફરાર, ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રાના શાહરૂખ કાઝેડિયા નામના યુવક પર ફા

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રાના શાહરૂખ કાઝેડિયા નામના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું ફાયરિંગમાં યુવકને પેટમાં ગોળી વાગી હતી. એક રાઉન્ડ ફાયરિંગ કરીને શખ્સો ફરાર થયા છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યું છે, કોઈ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ છે, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈને ગામમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે ફાયરિંગનો ગુનો નોધીને ફરાર આરોપીઓને દબોચવાની તૈયારી આદરી હતી.






