'આતંકના આકાઓએ દેશ છોડવો પડશે,નક્સલવાદ અંતિમ શ્વાસ ગણે છે', કેવડિયામાં PM મોદીની ચેતવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંત્તિ પર 'રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંત્તિ પર 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડમાં સામેલ થયા હતા. આ દરમિયાન પીએમ મોદીએ આતંકીઓને ચેતવણી આપતા કહ્યું કે આતંકના આકાઓએ દેશ છોડવો પડશે.
જમ્મુ કાશ્મીરે અલગાવવાદીઓને નકાર્યા- PM મોદી
PM મોદીએ કેવડિયામાં એકતાનગર ખાતે કહ્યું, 'જમ્મુ કાશ્મીરે અલગાવવાદીઓને નકારી દીધા છે. હવે આતંકના આકાઓએ દેશ છોડવો પડશે. નક્સલવાદ ભારતની એકતા માટે પડકાર બની ગયો હતો અને આજે નક્સલવાદ ભારતમાં અંતિમ શ્વાસ લઇ રહ્યો છે. આજે ભારત પાસે દિશા પણ છે અને દ્રષ્ટિ પણ છે. દુનિયાના દેશ ભારતની નજીક આવી રહ્યાં છે. દાયકા જૂના પડકારને અમે સમાપ્ત કરી દીધો છે.'
PM મોદીના ભાષણની મહત્ત્વની વાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "હવે અમે વન નેશન, વન ઇલેક્શન પર કામ કરી રહ્યાં છીએ જે ભારતના લોકતંત્રને મજબૂત કરશે અને દેશ વિકસિત ભારતના સપનાને પાર કરવામાં નવી ગતિ પ્રાપ્ત કરશે, સમૃદ્ધિ પ્રાપ્ત કરશે."








