સુરત/ ગિલોલથી કારના કાચ તોડી ચોરી કરતી નેલ્લોર ગેંગનો મુખ્ય સાગરિત ઝડપાયો
સુરતમાં કારના કાચને ગિલોલ વડે તોડી, એક્ટીવાની ડીક્કી તોડી ચોરી થતી હોવાની વારંવાર ફરિયાદ ઉઠી હતી. આ ચોરીની

સુરતમાં કારના કાચને ગિલોલ વડે તોડી, એક્ટીવાની ડીક્કી તોડી ચોરી થતી હોવાની વારંવાર ફરિયાદ ઉઠી હતી. આ ચોરીની માસ્ટર માઈન્ડ એવી આંતરરાજ્ય આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના 63 ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ગેંગના મુખ્ય સાગરિતને આંધ્રપ્રદેશના નેલ્લોર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
આ હતી મોડસ ઓપરેન્ડી
આરોપીઓ IRBના ડુપ્લીકેટ આઈકાર્ડ બનાવી તેના આધારે ઘર ભાડે લેતા હતાં. આરોપીએ જે શહેરમાં હોય ત્યાંથી ટુ-વ્હિલર બાઈકની ખરીદી કરતાં હતાં. શહેરમાં બેંકની સામે અલગ અલગ જગ્યાએ ઉભા રહી પૈસા ઉપાડવા આવતા માણસોને આઈડેન્ટીફાય કરી રેકી કરતાં હતાં. એક્ટીવા હોય તો જ્યારે પાર્ક કરે ત્યારે તેની ડીક્કી તોડી તેમાંથી ચોરી કરતાં હતાં. ફોર વ્હિલર કાર હોય તો કાર પાર્ક કરે ત્યારે પોતાની પાસે રહેલી ગીલોલથી કાચ તોડી નાખતાં હતાં. બાદમાં સીટમાં રહેલ બેગ ચોરી કરતાં હતાં.સાથે જ કારની આગળ ૧૦-૧૦ રૂપિયાની નોટો નાંખી તેના પૈસા પડી ગયા તેવુ કહી તેના તરફ ધ્યાન દોરાવતાં હતાં. બાદમાં પાછળની સીટમાંથી બેગ ચોરી કરવાની તેમજ બેંકમાં પૈસા ઉપાડવા આવેલ માણસોની કારના ટાયરમાં સળીયા વડે પંચર કરી તેનો પીછો કરી જ્યારે કારને પંચર કરાવવા ગેરેજમાં જાય ત્યારે પાછળની સીટમાંથી બેગ ચોરી કરાવતાં હતાં.
બાતમીના આધારે ઝડપાયા
બાતમીના આધારે આધ્રપદેશના નેલ્લોર નવાપેટ ખાતે જાહેરમાંથી આરોપી રોલૈયા બાબુ ઉર્ફે હનુમૈયા વસંતમ ગોડેટીને ઝડપી લેવાયો હતો. ગત ફેબ્રુઆરીમાં પકડાયેલા પ્રકાશ નારાયણ મેકાલા અને રાજેશ પ્રભુ મેકાલા અને દાવીદ ઉર્ફે પોલ તથા રમેશ ઉર્ફે અપ્પુ રાજુ માસેયા નારબોયના તથા અપ્પારાવ વસંતરાવ ગુડેટીએ આંધ્રપ્રદેશથી ગુજરાત આવ્યાં હતાં. આ ગેંગે સુરત શહેર, સુરત ગ્રામ્ય, વડોદરા, વલસાડ, નવસારી, નર્મદા જીલ્લામાં ચોરીઓ કરી હતી.
મુખ્ય આરોપી સામે 63 ગુના
ગેંગ દ્વારા ફોર વ્હિલર કારના કાચ તોડી તેમજ એક્ટીવાની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ લેપટૉપ બેગની ચોરી કરતાં હતાં. રોકડા રૂપિયા ૩,૩૦,000/- તેમજ ત્રણ ટૂ-વ્હિલર બાઈક ,૦૨ ગીલોલ, પેચીયુ તેમજ ૦૭ મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવેલ હતા. જેમા મુખ્ય આરોપી રોસૈયા બાબ 63 ગુનામાં પકડવાનો બાકી હતાં. જેને નેલ્લોર ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.








