Amreliમાં વરસાદી માહોલ વચ્ચે સિંહે જોખમી રીતે હાઈવે ક્રોસ કર્યો, જુઓ VIDEO
Amreli News: સૌરાષ્ટ્ર પંથકમાં અવારનવાર જંગલી જાનવર રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં હોય છે. એવામાં ફરી એક વખત અમરેલીમા
Amreli News: સૌરાષ્ટ્ર પંથકમાં અવારનવાર જંગલી જાનવર રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં હોય છે. એવામાં ફરી એક વખત અમરેલીમાં હાઈવે પર સાવજના પધરામણાં જોવા મળ્યાં હતા. અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વરસાદી માહોલ વચ્ચે સિંહે રોડ ક્રોસ કર્યો હતો.
રાજુલા જાફરાબાદ પંથકમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર વાહનો પુરપાટ ઝડપે પસાર થતા હોય છે. એવામાં જાફરાબાદના કાગવદર ગામ નજીક રાત્રીના સમયે જોખમી રીતે સિંહ રોડ ક્રોસ કરતા સામે વાહન ચાલકો થંભી ગયા હતા. હાઈવે પર અચાનક જ આવી જતાં સિંહોની સુરક્ષાને લઈ સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જોખમી રીતે રોડ ક્રોસ કરવાની ઘટનાઓ પણ વધી છે.



