મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Amreliના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, શેરીઓમાં નદી વહેવા લાગી

Amareli news: સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમ

Amareli news: સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારો, ખાસ કરીને નાના ભંડારીયામાં ધોધમાર વરસાદ પડતાં શેરીઓમાં નદીની જેમ પાણી વહેતું થયું છે. શેત્રુંજી અને સાતલડી નદીઓમાં પૂર આવતા ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. ધારી, ખાંભા, સાવરકુંડલા, રાજુલા, લાઠી અને ગીર પંથકમાં હળવાથી ભારે વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ વરસાદે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જ્યો છે, કારણ કે વાવણી કરેલા પાકને ફાયદો થશે.

આ સમાચાર શેર કરો