દાહોદ: સબજેલના જેલ અધિક્ષક 3 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, ACBની ટ્રેપમાં ફસાયા અધિકારી
રાજ્યના દાહોદના પોલીસ અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. મળતા અહેવાલ

રાજ્યના દાહોદના પોલીસ અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. મળતા અહેવાલ પ્રમાણે દાહોદના સબજેલના જેલ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા હતા.
જેલ અધિક્ષકે 10 હજારની માંગ કરી
22 ઓકટોબરે જામીન મળતા કેદીના ભાઈ જેલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં જેલ અધિક્ષકે 10 હજારની માંગ કરી હતી. 10 હજારમાંથી કેદીના ભાઈએ તે સમયે 7 હજાર રૂપિયા ચૂકવી દીધા હતા, અને બાકીના ત્રણ હજાર બાકી રહ્યા હતા.
ACBએ લાંચિયા જેલ અધિક્ષકને દબોચવા માટે ગોઠવ્યું છટકું
કેદીના ભાઈએ ACBનો સંપર્ક સાધ્યો હતો. ત્યારે ACBએ જેલ અધિક્ષકને ઝડપવા માટે છટકું ગોઠવ્યું હતુ. બીજા હપ્તાના 3000 લેતા પંચમહાલ એસીબીએ રંગેહાથ ઝડપી પાડયા હતા. જેલ અધિક્ષક ફિરોઝખાન મલેક 3000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.






