VIDEO:"ખાખીનું અપમાન! મોન્ટુ નામદારનો આતંક"
અમદાવાદનું ખાડિયા જાણે ગુનેગારો માટે મોકળું મેદાન બન્યું હોય તેમ કુખ્યાત મોન્ટુ નામદાર નામના શખ્સન


અમદાવાદનું ખાડિયા જાણે ગુનેગારો માટે મોકળું મેદાન બન્યું હોય તેમ કુખ્યાત મોન્ટુ નામદાર નામના શખ્સનો આતંક યથાવત જોવા મળ્યો... સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મોન્ટુ નામદાર પોલીસ વાનની અંદર બેસીને સહેજ પણ ડર વગર પોલીસ કર્મીઓ સાથે તોછડું વર્તન કરતો અને ગાળો ભાંડી ખાખીનું અપમાન કરતો દેખાય છે. આ વીડિયો વાયરલ થતાં જ લોકો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે અને પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. પોલીસે હવે આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરી છે અને મોન્ટુ નામદાર સામે0કડક કાયદાકીય પગલાં લેવાની તૈયારી કરી છે..ત્યારે જોવાનું એ રહેશે કે ખાખીનું અપમાનકરનારા આ શખ્સને પોલીસ ક્યારે તેના અસલી અંદાજમાં પાઠ ભણાવે છે



