મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, અમદાવાદ-રાજકોટ સહિતના શહેરોમાં દર્દીઓથી હૉસ્પિટલો ઉભરાઇ

રાજ્યના અનેક જગ્યાએ વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિ

રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, અમદાવાદ-રાજકોટ સહિતના શહેરોમાં દર્દીઓથી હૉસ્પિટલો ઉભરાઇ

રાજ્યના અનેક જગ્યાએ વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં રોગચાળો વકરતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.રાજ્યમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે.

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસથી સિવિલ હોસ્પિટલ ઉભરાઇ

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ વધી છે. છેલ્લા 6 દિવસમાં જ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 77 કેસ નોંધાયા છે. મલેરિયાના 14 જ્યારે ઝેરી મલેરિયાનો એક કેસ નોંધાયો છે જ્યારે ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા છે.

જોકે, ગત મહિનાની સરખામણીએ વાયરલના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. વાઇરલ ઇન્ફેક્શનના 69 કેસ નોંધાયા છે. એક અઠવાડિયામાં ટોટલ 23452 લોકોએ OPDની સારવાર લીધી છે.

રાજકોટમાં પણ રોગચાળો વકર્યો

રાજકોટમાં છેલ્લા 15 દિવસમાં વાયરલ અને મચ્છર અને પાણી જન્ય રોગચાળો વકર્યો છે. ડેન્ગ્યુ, મલેરિયા, સિઝન તાવ અને વાયરલ બીમારીઓનો ગ્રાફ ઊંચો આવ્યો છે. હાલ ભાદરવામાં ડબલ ઋતુ અને પાણી જન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. કોલેરાના 9 કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે. ડેન્ગ્યુના 22થી વધુ કેસ જ્યારે ટાઇફોઇડના 2 કેસ તેમજ ચિકનગુનિયા અને મલેરિયાના નોંધપાત્ર કેસ નોંધાયા છે. સિઝનલ તાવ અને વાયરલ તાવના 1600થી વધુ કેસ નોંધાયા છે.

સુરતમાં પણ રોગચાળો વકર્યો

સુરત શહેરમાં પણ રોગચાળો ફાટી નીકળ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 100 કેસ સામે આવ્યા હતા.ં સિવિલ હોસ્પિટલમાં ચાલુ મહિને 10 તારીખ સુધી જ 21 કેસ ડેન્ગ્યુના સામે આવ્યા છે. વરસાદને કારણે ડેન્ગ્યુ સહિતના કેસમાં વધારો થયો છે.

સુરેન્દ્રનગરમાં પણ રોગચાળો બેકાબૂ બન્યો

સુરેન્દ્રનગરમાં પણ રોગચાળો બેકાબૂ બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર અનેક જગ્યાએ ગંદકીના કારણે મચ્છરજન્ય રોગમાં ઉછાળો જોવા મળ્યો છે. ડેન્ગ્યુના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે અને જે જગ્યાએ પાણી ભરાયા હોય ત્યા ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરી છે. ડેન્ગ્યુના કેસમાં વધારો થતા સિવિલ હોસ્પિટલમાં અન્ય રોગના દર્દીઓની પણ લાંબી લાઇન જોવા મળી રહી છે. ઝાડા-ઉલટી-મલેરિયા અને કોલેરા જેવા દર્દીઓની OPD પણ સિવિલ હોસ્પિટલમાં નોંધાઇ છે.

વલસાડમાં પણ ડેન્ગ્યુના કારણે બે લોકોના મોત

વલસાડમાં પણ ડેન્ગ્યુનો કહેર જોવા મળ્યો છે. 2 દિવસમાં 2 લોકોના મોત થયા છે. 29 વર્ષીય કમલેશ પાંડે તેમજ 23 વર્ષીય યુવતીનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે.

સારવાર દરમિયાન પ્લેટલેટ ઘટી જતા અને મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે યુવતીનું મોત થયું હતું. હાલ વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુના 28 કેસ પોઝિટિવ છે. 7 મલેરિયાના કેસ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ જગ્યા પર સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વલસાડમાં ચીકનગુનિયાનો એક કેસ નોંધાયો છે. 

વલસાડમાં આરોગ્ય વિભાગની કુલ 603 ટીમ કાર્યરત છે. જિલ્લામાં કુલ 10,274 બ્રિડિંગ સ્થળ મળી આવ્યા છે. 469 લોકોને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે. હ

પંચમહાલમાં મચ્છરજન્ય રોગમાં વધારો

પંચમહાલમાં પણ ભારે વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. પંચમહાલમાં 10 દિવસમાં ડેન્ગ્યુના 9 કેસ જ્યારે મલેરિયાના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઝાડા-ઉલટી- તાવ અને કમળા સહિતના દર્દીની સંખ્યામાં પણ વધારો થયો છે. ટ

ગોધરા સિવિલ હોસ્પિટલની OPDમાં પણ વધારો નોંધાયો છે. એક દિવસમાં 300થી વધુ OPD નોંધાઇ રહી છે. પંચમહાલનું આરોગ્ય વિભાગ વકરતા રોગચાળાને નાથવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો