મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

NEET UG પરીક્ષામાં રાજકોટની આર કે યૂનિવર્સીટીનું સૌથી ઊંચું પરિણામ ચોંકાવનારું!, વિવાદ વકરવાના એંધાણ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સુપ્રીમ કોર્ટના આદેશ પર NEET UG 2024 પરીક્ષાનુ

NEET UG પરીક્ષામાં રાજકોટની આર કે યૂનિવર્સીટીનું સૌથી ઊંચું પરિણામ ચોંકાવનારું!, વિવાદ વકરવાના એંધાણ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સુપ્રીમ કોર્ટના આદેશ પર NEET UG 2024 પરીક્ષાનું સેન્ટર અને સિટી વાઇઝ પરિણામ જાહેર કર્યું છે. એવા પરીક્ષા કેન્દ્ર જે પેપર લીક અથવા અન્ય કારણે વિવાદમાં રહ્યાં હતા ત્યાના વિદ્યાર્થીઓનું કઇ ખાસ પરિણામ આવ્યું નથી પરંતુ કેટલાક પરીક્ષા કેન્દ્રોના પરિણામે ચોકાવી દીધા છે અને નવા સવાલ ઉભા કર્યા છે. સૌથી વધુ રાજકોટ અને રાજસ્થાનના સીકર પરીક્ષા સેન્ટરે ચોકાવ્યા છે. 

રાજકોટની આરકે યૂનિવર્સિટીનું સૌથી ઊંચુ પરિણામ

રાજકોટમાં આરકે યૂનિવર્સિટીના યૂનિટ-1 સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ કેન્દ્ર સંખ્યા 22701માં 70 ટકાથી વધુ નીટ-યૂઝી ઉમેદવાર મેડિકલ કોલેજ સીટો માટે ક્વોલિફાઇ કર્યું છે. 1,968 વિદ્યાર્થીઓમાંથી 1,383એ નીટ માટે ક્વોલિફાઇ કર્યું છે. આટલું જ નહીં તેમાંથી 12થી વધુ વિદ્યાર્થીઓએ 700 અને તેના કરતા પણ વધારે માર્ક્સ મેળવ્યા છે. 115 વિદ્યાર્થીઓએ 650 માર્ક્સ, 259એ 600 માર્ક્સ,403એ 550થી વધુ માર્ક્સ અને 598 વિદ્યાર્થીઓએ 500થી વધુ માર્ક્સ મેળવ્યા છે. એક વિદ્યાર્થીએ પરફેક્ટ 720 માર્ક્સ પણ મેળવ્યા છે.

પરિણામને લઇને શંકા

NEET UG પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ રાજકોટની આરકે યૂનિવર્સિટીના પરીક્ષાના પરિણાણને લઇને શંકા ઉભી થઇ રહી છે. નજીકના સમયમાં પરિણામને લઇને સીસીટીવી ફૂટેજ સહિતની બાબતે તપાસ થઇ શકે છે. 

મહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ ગોધરાના એક પરીક્ષા કેન્દ્રમાંથી પેપર લીક થયા બાદ પરીક્ષાને રદ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાની તપાસ CBI કરી રહ્યું છે.  CBIએ નીટ પેપર લીક કેસમાં માસ્ટરમાઇન્ડને ઝડપ્યો છે. વધુ બે પેપર સોલ્વરની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો