VIDEO : બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સત્તાનું સુકાન સોંપાયુંઃ ડી.એમ. પટેલ ચેરમેન અને રણજીતભાઈ બન્યા વાઇસ ચેરમેન!
બોટાદ માર્કેટિંગ યાર્ડની બી

બોટાદ માર્કેટિંગ યાર્ડની બીજી ટર્મ માટે આજે હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જિલ્લા રજીસ્ટ્રારની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ચૂંટણી પ્રક્રિયામાં યાર્ડના નવા સુકાનીઓ જાહેર કરાયા છે.બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે ડી.એમ. પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રણજીતભાઈ વાળાની બિનહરીફ વરણી કરવામાં આવી છે .. નવનિયુક્ત ચેરમેને જણાવ્યું હતું કે, આગામી સમયમાં યાર્ડ દ્વારા સંપૂર્ણપણે ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવશે અને ખેડૂતોની આર્થિક સુખાકારી તેમજ સવલતોમાં વધારો થાય તે દિશામાં નક્કર આયોજનો સાથે કામગીરી કરવામાં આવશે.


