દાહોદ: ગરબાડાના છરછોડામાં યુવતીએ કૂવામાં ઝંપલાવ્યું, પરિવારે કેટલાક શખ્સો પર દુષ્કર્મનો લગાવ્યો આરોપ
રાજ્યના દાહોદના ગરબાડા તાલુકાના છરછોડા ખાતે યુવતીએ કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. પરિવાર દ્વારા ગંભીર આક્

રાજ્યના દાહોદના ગરબાડા તાલુકાના છરછોડા ખાતે યુવતીએ કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગામના જ યુવાનો યુવતીને ખેતરે લઈ ગયા હતા અને કુકર્મ આચર્યું હતું. ગંભીર આરોપ બાદ સમગ્ર ગામમાં આ ઘટનાની બહોળા પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે.
યુવાનોએ દુષ્કર્મ આચરતા યુવતીએ જીવન ટુંકાવ્યું
ગામના જ યુવાનોએ દુષ્કર્મ આચરતા યુવતીએ જીવન ટુંકાવ્યું હોય તેવી શંકા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. 19 વર્ષની યુવતીનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે, બીજી તરફ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોઈને તપાસ હાથ ધરી છે.




