VIDEO: પ્રથમ વરસાદે જ રસ્તાઓ ખતરનાક, વાહનો ભોગાવો નદીમાં ખાબક્યા
સુરેન્દ્રનગરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. પાલિક


સુરેન્દ્રનગરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. પાલિકા દ્વારા બનાવવામાં આવેલા અત્યંત લીછા રસ્તાઓ અકસ્માતનું એપીસેન્ટર બન્યા છે. વરસાદ પડતા જ રસ્તાઓ કાચ જેવા લપસણા થઈ ગયા છે, જેના કારણે વાહનો પર બ્રેક લગાવવી મુશ્કેલ બની છે.ખાસ કરીને સર્કિટ હાઉસથી સાયન્સ કોલેજ સુધીના માર્ગો પર અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. બ્રેક ન લાગવાને કારણે દૂધનું ટેન્કર અને ટ્રાન્સપોર્ટના ટ્રક સહિતના અનેક વાહનો સીધા ભોગાવો નદીમાં ખાબક્યા છે. રસ્તાઓ રફ હોવાને બદલે અતિશય લીછા બનાવાતા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તંત્રની આ ઘોર બેદરકારી સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




