Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : RSS's first reaction to the Ram Mandir donation theft case

VIDEO: રામ મંદિર દાનપાત્ર ચોરી મામલે RSSની પ્રથમ પ્રતિક્રિયા

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અયોધ્યાના શ્રી રામજન્મભૂમિ મંદિરના દાનપાત્રમાંથી રકમની ચોરીની ઘટનાને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રથમ પ્રતિક્રિયા સામે આવી. સંઘે જણાવ્યું કે કરોડો રામભક્તોના સમર્પણ, ત્યાગ અને બલિદાનથી નિર્મિત શ્રીરામ મંદિર સમગ્ર હિંદુ સમાજની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, ત્યારે દાનપાત્રમાંથી થયેલી ચોરીથી સમાજની લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર ઉત્તર પ્રદેશ સરકારે એસઆઈટીની રચના કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને દોષિતોને કડક સજા થાય તેવી માંગ કરી. ટ્રસ્ટને મંદિરની વ્યવસ્થા અને સંચાલનમાં રહેલી તમામ ખામીઓ દૂર કરી વધુ પારદર્શક અને સુદૃઢ નાણાકીય વ્યવસ્થા ઊભી કરવાની અપીલ કરી, જેથી કરોડો રામભક્તોની આસ્થા ઠેસ ન પહોંચે. સંઘે હિંદુ સમાજને પણ ધીરજ અને સંયમ રાખવા અપીલ કરતાં જણાવ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો લાભ લઈ હિંદુ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા હિંદુ સમાજને બદનામ કરવાના કોઈપણ ષડયંત્રને નિષ્ફળ બનાવવો જોઈએ.

App Store