VIDEO: વડોદરાના સાવલી ડેસર તાલુકામાં પ્રથમ વરસાદે માર્ગની બિસ્માર સ્થિતિ
વડોદરાના સાવલી-ડેસર તાલુકામાં પ્રથમ વરસાદે જ ઉદલપુર-ડેસર માર્ગની કરુણ હ

વડોદરાના સાવલી-ડેસર તાલુકામાં પ્રથમ વરસાદે જ ઉદલપુર-ડેસર માર્ગની કરુણ હકીકત સામે આવી છે. ઉદલપુર ચોકડીથી જાનીપુરા સુધીના માર્ગ પર મોટા ખાડાઓ સર્જાતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવી પડી છે.ખાસ કરીને ક્વોરી વિસ્તારનો મુખ્ય માર્ગ અને નાનકડા બ્રિજ પર મોટા ખાડા અને ક્ષતિગ્રસ્ત રેલિંગને કારણે અકસ્માતનો જોખમ વધી ગયો છે. વરસાદી પાણી ભરાવાથી ખાડા ન દેખાતા ગંભીર અકસ્માતની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.સ્થાનિકો અને વેપારીઓનો આક્ષેપ છે કે માર્ગની જાળવણી થતી નથી. સરપંચ નિતેશ ચારણે તાત્કાલિક સમારકામની માંગ કરી છે અને જો વહેલી કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચેતવણી આપી છે.




