VIDEO:ભાવનગરમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર, ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી
ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર વરસી છે. જિલ્લ

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર વરસી છે. જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.મહુવાના ઉમણીયાવદરથી કોંજળી રોડ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ ભારે વરસાદ પડ્યો. આસપાસના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા. સતત વરસાદને કારણે સમગ્ર પંથકમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી ચાલતા અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે. ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી છે.



