મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભોગાવો - વસ્તડી કોઝ વે પર બનેલો ડાયવર્ઝન માત્ર 4 દિવસમાં ધોવાઈ ગયો, 40 ગામોના લોકોને મુશ્કેલી

સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવો નદી પરનો વસ્તડી કોઝવે વરસાદી પાણીમાં ધોવાઈ જતાં 40થ

સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવો નદી પરનો વસ્તડી કોઝવે વરસાદી પાણીમાં ધોવાઈ જતાં 40થી વધુ ગામોના લોકો વહેતા પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર છે. આ માર્ગ પરનો એકમાત્ર પુલ ત્રણ વર્ષથી તૂટેલો છે, અને તંત્ર દ્વારા બનાવેલો ડાયવર્ઝન રસ્તો માત્ર ચાર દિવસમાં જ તણાઈ ગયો. હાલ ડાયવર્ઝન પર પાણીનો પ્રવાહ ચાલુ હોવા છતાં, વાહનચાલકો, વિદ્યાર્થીઓથી ભરેલી બસો અને પેસેન્જર ટ્રાવેલ્સ જીવનું જોખમ ખેડીને પસાર થઈ રહ્યા છે. સ્થાનિક વાહનચાલકોએ આ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે 

આ સમાચાર શેર કરો