મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ પ્રેમનગર ખાડીમાંથી વયોવૃદ્ધનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યાને લઈને તપાસ શરૂ

સુરતમાથી ઘણી ખાડીઓ પસાર થઈ રહી છે. જો કે, હાલ આ ખાડીઓમાં મોટાભાગે કાદવ જ જોવા મળે છે. ત્યારે આ ખ

સુરત/ પ્રેમનગર ખાડીમાંથી વયોવૃદ્ધનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યાને લઈને તપાસ શરૂ

સુરતમાથી ઘણી ખાડીઓ પસાર થઈ રહી છે. જો કે, હાલ આ ખાડીઓમાં મોટાભાગે કાદવ જ જોવા મળે છે. ત્યારે આ ખાડી કિનારે ઘણી ગેરપ્રવૃતિ થતી જોવા મળી રહી છે. આ દરમિયાન પ્રેમનગર ખાડીમાંથી આજે એક મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને ફાયરબ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.

મૃતદેહની સ્થાનિકો જાણ કરી

પ્રેમ નગર ખાડીમાં એક મૃતદેહ હોવાની જાણ થઈ હતી. સ્થાનિકની નજરમાં આ મૃતદેહ આવતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ સહિતનાને જાણ કરી દેવામાં આવી હતી. ડિંડોલી ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ દરમિયાન ઘટના સ્થળે આવેલી 108 એમ્બ્યુલન્સ દ્વારા તપાસ કરતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

પોલીસે તપાસ આદરી

મૃતકનું નમ દામુ મંગા બગલ હોવાનું સામે આવ્યું છે. મૃતક દામુની ઉમર 85 વર્ષની હોવાનું સામે આવ્યું છે. મૃતક દામુએ આપઘાત કર્યો કે પછી તેની હત્યા કરવામાં આવી તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો