TRP અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું, રહેણાંક પ્લોટ પર કોમર્શિયલ બાંધકામ કરી દેવાતા કલેક્ટરે શરત ભંગની નોટિસ ફટકારી
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા મોડે મોડે યાદ આવ્યું કે 5 એકર જગ્યા રહ

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા મોડે મોડે યાદ આવ્યું કે 5 એકર જગ્યા રહેણાંક હેતુ માટે બિનખેતી કરવામાં આવી છે. આ મામલે રાજકોટ TRP ગેમઝોનના માલિકોને શરત ભંગની નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટ પશ્ચિમ મામલતદારના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.
5 એકર જગ્યા રહેણાંક હેતુ માટે બિનખેતી કરવામાં આવી
રહેણાંક હેતુના પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ ઉભું કરવામાં આવ્યું છે, આ મામલે હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર દ્વારા શરત ભંગની નોટિસ ફટકારવામાં આવી છે. શરતભંગનો કેસ ચલાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
જગ્યા હેતુફેર કરાવ્યા વગર કોમર્શિયલ ઉપયોગ કર્યો
તપાસ બાદ કિરીટસિંહ જાડેજા ,અશોકસિંહ જાડેજા સહિતના ત્રણેય માલિકો દ્વારા આ જગ્યા હેતુફેર કરાવ્યા વગર કોમર્શિયલ ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે TRP અગ્નિકાંડ સર્જાયા પછી સરકારી તંત્રને ખ્યાલ આવ્યો કે આ જગ્યા પર ગેરકાયદેસર ઈમારત ખડકી દેવાઈ છે.






