જય રણછોડ માખણ ચોરના નારાથી ગુંજી ઉઠ્યું બોટાદ શહેર
બોટાદ શહેરમાં ગીરનારી આશ્રમથી વર્ષોની પરંપરા મુજબ અષાઢી બીજે ભગવાન શ્રી જગન્નાથજીની રથય

બોટાદ શહેરમાં ગીરનારી આશ્રમથી વર્ષોની પરંપરા મુજબ અષાઢી બીજે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે ગીરનારી આશ્રમથી જય રણછોડ માખણ ચોરના નાદથી સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય રથયાત્રાનો પ્રારંભ કરાયો છે. બોટાદ પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વહાલાંને વધાવવા શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બોટાદ શહેરમાં યોજાઈ જગન્નાથજીની રથયાત્રા
બોટાદ શહેરમાં યોજાનારી ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા શહેરનાં ગીરનારી આશ્રમથી વાજતે ગાજતે સંતો મહંતોના હસ્તે પ્રસ્થાન થઈ હતી અને શહેરનાં પાળીયાદ રોડ, હવેલી ચોક, ટાવર રોડ, સ્ટેશન રોડ, જ્યોતિગ્રામ સર્કલ સહિતનાં મુખ્ય માર્ગો પર રથયાત્રા પસાર થશે.
રાસ મંડળીઓઆકર્ષણ જમાવ્યું
રથયાત્રામાં વિવિધ પ્રકારના આકર્ષણ જમાવતા ફ્લોટ તેમજ રાસ મંડળીઓઆકર્ષણ જમાવ્યું છે તો ડીજે ના તાલે યુવાધન હિલોળે ચડ્યું હતું. ભગવાન શ્રી જગન્નાથજી નગર ચર્યાએ નિકળ્યા છે ત્યારે ભગવાનના દર્શન કરવા અને વહાલાં ને વધાવવા બોટાદના શહેરીજનો મોટી સંખ્યામાં રથયાત્રા રૂટ પર જોવા મળ્યા છે.રથયાત્રા દરમ્યાન બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.






