મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહુધાથી અમદાવાદ આવતી બસને નડ્યો અકસ્માત, કંડક્ટરનું મોત

મહુધાથી અમદાવાદ જતી બસને અકસ્માત નડ્યો હતો.ડમ્પર સાથે બસ અથડાતા કંડક્ટરનું મોત થયું હતુ. બનાવન

મહુધાથી અમદાવાદ આવતી બસને નડ્યો અકસ્માત, કંડક્ટરનું મોત

મહુધાથી અમદાવાદ જતી બસને અકસ્માત નડ્યો હતો.ડમ્પર સાથે બસ અથડાતા કંડક્ટરનું મોત થયું હતુ. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

ડમ્પર સાથે બસ ધડાકાભેર અથડાઇ

મહુધાથી અમદાવાદ જતી GSRTCની બસને વાઠવાળી નજીક અકસ્માત નડ્યો હતો. બસ સાથે ડમ્પર અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વાઠવાળી નજીક રોડ ઉપર ઉભેલા ડમ્પરમાં એસટી ધડાકાભેર અથડાઇ હતી જેને કારણે એસટીનું પડખુ ચીરાઇ ગયું હતું.

આ પણ વાંચો: રાજ્યમાં પતંગ દોરી વાગતાં 3 મોતઃ રાજકોટમાં બાઈક ચાલકનું મોત, હાલોલમાં 5 વર્ષના બાળકનું ગળું કપાયું 

ઉતરાયણનો તહેવાર હોવાને કારણે બસ ખાલી હતી જેને કારણે કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ નહતી. જોકે, આ દુર્ઘટનામાં બસ કંડક્ટરનું મોત થયું હતું જ્યારે એસટીના ડ્રાઇવર હેમખેમ છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો