મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોટાદ: વધુ રૂપિયા કમાવવા બિલ્ડરે સોસાયટીની દિવાલ તોડી લેઆઉટ બદલ્યું, મામલો પહોંચ્યો કલેકટર કચેરીએ

ભાવનગર જિલ્લાના બોટાદમાં પાટીદાર રેસીડેન્સી સોસાયટીનાં માલિક અને સોસાયટીના સ્થાનિક રહી

બોટાદ: વધુ રૂપિયા કમાવવા બિલ્ડરે સોસાયટીની દિવાલ તોડી લેઆઉટ બદલ્યું, મામલો પહોંચ્યો કલેકટર કચેરીએ

ભાવનગર જિલ્લાના બોટાદમાં પાટીદાર રેસીડેન્સી  સોસાયટીનાં માલિક અને  સોસાયટીના સ્થાનિક રહીશો વચ્ચે સોસાયટીની દીવાલ તોડી નાખવા બાબતે વિવાદને લઈ બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સોસાયટીના મંજૂર થયેલ લે આઉટ પ્લાન સિવાયની જમીનને સોસાયટીમાં ભેળવી ઉંચી કમાણી કરવાના બદ ઈરાદા સામે સોસાયટીના રહીશોએ બંડ પોકાર્યું છે.

આ પણ વાંચો : આવતીકાલથી TRAIના મેસેજ ટ્રેસીબિલિટી નિયમો લાગુ થશે, Jio, Airtel, Vi અને BSNL માટે મોટા સમાચાર

બોટાદમાં ભાવનગર રોડ પર આવેલ પાટીદાર રેસીડેન્સી સોસાયટીના અઢીસો મકાનોમાં પરિવાર સાથે લોકો વસવાટ કરે છે. ત્યારે સોસાયટી પાછળના સર્વે નંબરની જમીનને પાટીદાર રેસીડેન્સી સાથે જોઈન્ટ કરી સોસાયટીની દીવાલ તોડી અવરજવર માટે રસ્તો આપતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે. તમામ રહીશોએ એકત્ર થઈ નીચલી કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ત્યારે પાછળની જમીનના ઊંચા ભાવ લેવાની લાલચમાં જમીન માલિકે પાટીદાર રેસીડેન્સીના લોકો માટે મુશ્કેલી ઉભી કરી માથાભારે શખ્સોને બોલાવી રાત્રિના સમયે દિવાલ તોડી નખાવી હતી. જેને કારણે સ્થાનિક રહીશો પરિવાર સાથે ડર અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો : જુનાગઢ બાદ હવે 450 વર્ષ જુના આ મઠના નવા ઉત્તરાધિકારી માટે સાધુઓ વચ્ચે ખેંચતાણ શરુ

પાટીદાર રેસીડેન્સીના 60 જેટલી મહિલાઓએ કલેકટરને લેખિત રજૂઆત કરી કે કોર્ટમાં મેટર ચાલુ હોવા છતાં તેમની રેસીડેન્સીના લોકોને ડરાવવાનો પ્રયત્ન થાય છે. પાછળની જમીન માટે તાજપર રોડ લાગુ પડતો હોવા છતાં ઊંચા ભાવ લેવા માટે દિવાલ તોડી ભાવનગર રોડ પર રસ્તો કાઢી આપવા માટે પાટીદાર રેસીડેન્સીની દિવાલ તોડવામાં આવી છે. તેમજ કાયદાનું ઉલંઘન કર્યું છે તેથી ફરિવાર દિવાલ બનાવી દેવામાં આવે તેમજ અઢીસો જેટલા રહેણાકી મકાનોમાં રહેતા લોકોને સુરક્ષા આપવા માટે પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવે તેવી કલેકટર કચેરી ખાતે માંગ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો