મહેસાણામાં ગાડી ઓવરટેક કરવા મામલે થયેલી બબાલે ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું, પોલીસની હાજરીમાં કરાઈ તોડફોડ
મહેસાણામાં બે જુથો વચ્ચે માથાકુટ થઈ હતી જેનું માઠું લગાડીને દુકાનો અને વાહનોમાં તોફોડ કરવામાં આવી હતી. ગા

મહેસાણામાં બે જુથો વચ્ચે માથાકુટ થઈ હતી જેનું માઠું લગાડીને દુકાનો અને વાહનોમાં તોફોડ કરવામાં આવી હતી. ગાડીની ઓવરટેક કરવા મામલે થયેલી બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે દિવસ અગાઉ ઓવરટેક કરવા મામલે બે કોમ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેની અદાવત રાખી આજે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અસામાજિક તત્વો દ્વારા પોલીસની હાજરીમાં દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કેટલાક લોકો હથિયાર સાથે રોડ પર આવી વાહનો પર પથ્થરમારો કર્યો હતો. ખેરાલુ પોલીસના બંદોબસ્ત વચ્ચે કેટલાક લોકો હથિયારો સાથે હુમલો અને તોડફોડ કરી હતી. તોડફોડની ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.




