મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાધનપુરમાં ગામના નાકે તળાવ પાસે મળી આવ્યો આધેડનો મૃતદેહ, પોલીસ તપાસ શરુ

ગુજરાતમાં હત્યાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે એવામાં પાટણમાંથી હત્યાની એક ઘટના સામે આવી રહી

રાધનપુરમાં ગામના નાકે તળાવ પાસે મળી આવ્યો આધેડનો મૃતદેહ, પોલીસ તપાસ શરુ

ગુજરાતમાં હત્યાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે એવામાં પાટણમાંથી હત્યાની એક ઘટના સામે આવી રહી છે. પાટણમાં ગામના રોડ પર એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકાના શબ્દલપુરા ગામના રોડ પર ૪૫ વર્ષીય એક વ્યક્તિની હત્યા થઈ હોવાનો મામલો સામે આવ્યો છે.

મામલાની જાણ થતાં SP, DYSP તેમજ PI સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. તેમજ મામલતદાર અને તલાટી પણ હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા હત્યાને મામલે તપાસ તેજ કરવામાં આવી છે અને હત્યા કરનાર ઇસમોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. શબ્દલપુરા ગામે હત્યાની ઘટના સામે આવતા આસપાસના ગામડાઓમાં સનસનાટી મચી જવા પામી છે.

45 વર્ષીય મૃતકની ઓળખ સલીમભાઈ ઈસ્માઈલભાઈ ઘાંચીના રુપે થઈ છે જેઓ નાગોરી વાસ, રાધનપુરના રહેવાસી હતા. તેમજ મૃતક મીરા દરવાજા પાસે પાનનો ગલ્લો ચલાવતા હતા. રાત્રિના સમયે આ ઘટના બની હતી જેમાં રાધનપુર તાલુકાના નવા શબ્દલપુરા ગામના નાકે તળાવ પાસે મૃતકનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, પોલીસ દ્વારા હત્યા કોણે કરી અને કેમ કરી તે અંગેની તપાસ શરુ કરી દીધી છે તેમજ આરોપીને પકડવા માટે તેમના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો