પાટણના કાઠી ગામ પાસે લૂંટની ઘટના, આંગડિયા પેઢીના કર્મચારીને છરી બતાવી લાખો રૂપિયા લૂંટી શખ્સો ફરાર
રાજ્યમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. પાટણના સમી-હારીજ વચ્ચે આવેલા કાઠી

રાજ્યમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. પાટણના સમી-હારીજ વચ્ચે આવેલા કાઠી ગામમાં લૂંટની ઘટના બની હતી. P.M. એન્ટરપ્રાઈઝ નામની આંગડિયાના કર્મચારી સાથે લાખો લૂંટનો મામલો સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે પ્રખ્યાત આંગડિયા પેઢીનો કર્મચારી 26 લાખ રોકડા લઈને સમીથી હારીજ જવા નીકળ્યો હતો.
26 લાખ રોકડાની લૂંટ
આ રોકડા રૂપિયા હારીજમાં જમા કરાવવાના હતા. સમી-હારીજ હાઈવે પર જતા કાઠી ગામ પાસે બે બાઈક સવારોએ આંગડિયા પેઢીના કર્મચારીને આંતર્યો હતો. બાઈક સવાર આરોપીઓએ કર્મચારીને છરી દેખાડીને ધમકી આપીને રોકડા રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા.
આંગડિયા પેઢીના કર્મચારીને છરી બતાવી રૂપિયા લૂંટીને આરોપીઓ ફરાર
આંગડિયા પેઢીને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પાટણ પોલીસ એક્શનમાં આવીને સમગ્ર મામલે ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે સમગ્ર દિશામાં તપાસ આદરી છે.






