મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દીવના દરિયામાં ડૂબેલી મહિલાનો ત્રણ દિવસ બાદ મૃતદેહ મળ્યો, 50 કલાકથી વધુ સમયથી હતી ગાયબ

દીવમાં 33 વર્ષીય કલ્પનાબેન દિવ્યેશ સોલંકી નામની મહિલા કૂદમ દરિયાકાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ નજીક દરિયામાં ડ

દીવના દરિયામાં ડૂબેલી મહિલાનો ત્રણ દિવસ બાદ મૃતદેહ મળ્યો, 50 કલાકથી વધુ સમયથી હતી ગાયબ

દીવમાં 33 વર્ષીય કલ્પનાબેન દિવ્યેશ સોલંકી નામની મહિલા કૂદમ દરિયાકાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ નજીક દરિયામાં ડૂબી ગઈ હતી. મહિલાના પરિવારજનો પાસે આ વાત પહોંચતા જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બુધવાર સાંજથી જ મહિલાની શોધ શરૂ કરાઈ હતી

બુધવાર (26 જૂન) સાંજથી મહિલાની શોધખોળની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, મળતી માહિતી મુજબ દરિયાકાંઠેથી મહિલાના ચંપલ અને સાડીનો કટકો મળી આવ્યો હતો.

ત્રણ દિવસ બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો

ત્રણ દિવસ બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મહિલા છેલ્લા 50 કલાકથી ગાયબ હતી.સ્થાનિક તંત્ર, પોરબંદર કોસ્ટગાર્ડ, પોલીસની અને ફાયર વિભાગની ટીમ, કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર અને ડ્રોન કેમેરાથી પણ મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.મૃતક મહિલા દીવના ઘોઘલાની રહેવાસી હોવાનું સામે આવ્યું.

આ સમાચાર શેર કરો