બોટાદ: ખીજીડીયાગામે બેલનાથ મહાદેવ મંદિર પાસે હોડી પલ્ટાઈ, બચાવવા જનાર શખ્સનું મોત
રાજ્યના બોટાદના ગઢડાના ખીજીડીયા ગામે આવેલા બેલનાથ મહાદેવ મંદિર પાસે હોડી પલટી ગઈ છે.ચાર

રાજ્યના બોટાદના ગઢડાના ખીજીડીયા ગામે આવેલા બેલનાથ મહાદેવ મંદિર પાસે હોડી પલટી ગઈ છે.ચાર શ્રદ્ધાળુઓ હોડીમાં બેસીને બેલનાથ મહાદેવના મંદિરે દર્શેને જતા હતા.દર્શન કરવા જતા સમયે હોડી પલટી ગઈ છે. જોકે હોડીમાં રહેલા ચારેય વ્યક્તિનો બચાવ થયો છે. બચાવવા જનાર શખ્સની ઓળખ હરપાલસિહ ભવાનસિહ ગોહિલ તરીકે થઈ છે.
બચાવવા ગયેલા શખ્સનું મોત થયું
નદીના સામાકાંઠેથી બચાવવા ગયેલા શખ્સનું મોત થયુ છે. મૃત્યુ પામેલા શખ્સનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. દુર્ઘટનાની જાણ સ્થાનિક તંત્રને કરવામાં આવી હતી. જાણ થતાં જ મામલતદાર, ટી.ડી.ઓ, પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હોડી કયા કારણોસર પલ્ટાઈ હતી તેની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.




