મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: એરપોર્ટ ઓથોરિટીએ દિવાલના બદલે જાળી નાખીને છીંડા ઢાંકવાનો પ્રયાસ કર્યો

રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટની દિવાલ તૂટવાનો મામલે એરપોર્ટ ઓથોરિટીએ દિવાલના

રાજકોટ: એરપોર્ટ ઓથોરિટીએ દિવાલના બદલે જાળી નાખીને છીંડા ઢાંકવાનો પ્રયાસ કર્યો

રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટની દિવાલ તૂટવાનો મામલે એરપોર્ટ ઓથોરિટીએ દિવાલના બદલે જાળી નાખીને છીંડા ઢાંકવાનો પ્રયાસ કર્યો છે.એરપોર્ટ ઓથોરિટીએ મસમોટી દિવાલ તૂટી પડવાની ઘટના બાદ નવી દિવાલ બનાવવાના બદલે માત્રા જાળી મુકી છે.

 રાજકોટમાં ભારે વરસાદને લઈને હિરાસર ઈન્ટનેશનલ એરપોર્ટની દિવાલ તૂટી પડી

એરપોર્ટની દિવાલ તૂટતા ખેતરોમાં ભરાયેલા પાણીને લઈને ગ્રામજનોએ નુકસાની ચૂકવવાની માંગ સાથે ધારાસભ્યને રજૂઆત કરી છે.ઉલ્લેખનિય છેકે, 28 અને 29 ઓગસ્ટે રાજકોટમાં ભારે વરસાદને લઈને હિરાસર ઈન્ટનેશનલ એરપોર્ટની દિવાલ તૂટી પડી હતી.

દીવાલ ધરાશાયી થઈ જવાને કારણે સવાલો ઉભા થયા

કરોડોના ખર્ચે બનેલા એરપોર્ટ પર જ્યાં ફ્લાઇટ ઉડાન ભરે છે તે રન વે પાસેની દિવાલ ધરાશાય થઈ હતી.ઉલ્લેખનિય છે કે એરપોર્ટ બન્યાને હજી એક જ વર્ષ થયું છે. દીવાલ ધરાશાયી થઈ જવાને કારણે સવાલો ઉભા થયા હતા.

આ સમાચાર શેર કરો