મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં હત્યા કરીને 15 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો, પોલીસે મજૂરનો વેશ ધારણ કરી પકડી પાડ્યો

સુરતમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવી રહ્યાં છે. ત્યારે 15 વર્ષ

સુરતમાં હત્યા કરીને 15 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો, પોલીસે મજૂરનો વેશ ધારણ કરી પકડી પાડ્યો

સુરતમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવી રહ્યાં છે. ત્યારે 15 વર્ષ અગાઉ હત્યા કરીને નાસી ગયેલા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસના જવાનોએ મજૂરનો વેશ ધારણ કરીને આરોપીને ઝડપી લીધો હતો. આરોપી પોલીસથી બચવા માટે અલગ અલગ રૂપે નાસતો ફરતો હતો.

તહેવારમાં હત્યા કરી

પાંડેસરા વિસ્તારમાં હોળી ધૂલેટીના તહેવાર દરમિયાન માથાકૂટ સર્જાઈ હતી. જેમાં આરોપી મુન્ના શિતલપ્રસાદ કુશ્વાહાએ તિક્ષ્ણ હથિયાર સહિતના માર માર્યો હતો. જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. આ હત્યા કર્યા બાદ મુન્ના નાસતો ફરતો હતો. જો કે, પોલીસને ચોક્કસ બાતમી મળતાં આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વોચ ગોઠવીને ઝડપી લીધો

મુન્ના કડોદરા જીઆઈડીસી ખાતે રહેતો હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેથી સર્વેલન્સ ટીમની મદદથી આરોપીને ઝડપી પાડવા માટે પોલીસના જવાનોએ શ્રમિકોના વેશમાં જઈને મુન્નાને દબોચી લીધો હતો. મુન્ના આ 15 વર્ષ દરમિયાન ઘણી જગ્યાએ નાસતો ફરતો રહ્યો હતો. અલગ અલગ કામ પણ પોલીસથી બચવા કર્યા હતાં. આખરે પકડાઈ જતાં વોન્ટેડ આરોપી મુન્ના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો