મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં ગુજસીટોકના આરોપીઓએ જેલમાંથી છૂટી પોલીસને દોડાવીને માર્યા, આખરે નિકળ્યું સરઘસ

રાજકોટમાં ગુજસીટોકના આરોપીઓએ આતંક મચાવતા ચકચાર મચી જવા પામી છે. જેલમાંથી છૂટયા બા

રાજકોટમાં ગુજસીટોકના આરોપીઓએ જેલમાંથી છૂટી પોલીસને દોડાવીને માર્યા, આખરે નિકળ્યું સરઘસ

રાજકોટમાં ગુજસીટોકના આરોપીઓએ આતંક મચાવતા ચકચાર મચી જવા પામી છે. જેલમાંથી છૂટયા બાદ ગુજસીટોકના આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. તેમજ પોલીસ પર સોડાની બોટલોના ઘા કરી પોલીસને રસ્તા પર દોડાવી હતી. પોલીસ પર હુમલાની ગઈકાલે મોડી રાત્રિના સમય દરમિયાન આ ઘટના બની હતી.

આ પણ વાંચો : અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓની ઘરવાપસી, જાણો પરિવારજનોએ શું કહ્યું

રાજકોટમાં પ્રદ્યુમનનગર પોલીસ સાથે આ ઘટના બની હતી જેમાં પોલીસને રસ્તા પર દોડાવી દોડાવીને માર્યા હતા. પ્રદ્યુમનનગર પોલીસે આ મામલે ત્રણ આરોપીઓને સકંજામાં લીધા છે. મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે. આ મામલે માજીદ ભાણુંની ટોળકીનો આતંક સામે આવ્યો છે. રાજકોટ DCP ઝોન 2 જગદીશ બાંગરવાએ ગંભીર નોંધ લીધી છે. આખરે ઝડપાયેલા આરોપીઓમાં સાવન ઉર્ફે લાલી વાઘેલા, સમીર ઉર્ફે ધમો શેખ અને અશરફ શીવાણીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે તેમનું સરઘસ કાઢ્યું હતું.

આ સમાચાર શેર કરો