મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હવે વાંકાનેરમાં મચ્છુ નદી પર બનેલો પુલ બેસી ગયો, તંત્રએ માટી ઠાલવી મોટું જોખમ ટાળ્યું

ગુજરાતના વાંકાનેર બાયપાસ પરનો પુલ બંધ કરાવવામાં આવ્યો છે. વાંકાનેર બાયપાસ ઉપર મચ્છુ નદી

હવે વાંકાનેરમાં મચ્છુ નદી પર બનેલો પુલ બેસી ગયો, તંત્રએ માટી ઠાલવી મોટું જોખમ ટાળ્યું

ગુજરાતના વાંકાનેર બાયપાસ પરનો પુલ બંધ કરાવવામાં આવ્યો છે.  વાંકાનેર બાયપાસ ઉપર મચ્છુ નદી ઉપર 24 વર્ષ પહેલા બાંધવામાં આવેલો પુલ મધ્યભાગમાંથી પુલ બેસી જતા જોખમી બનવાથી તાકીદની અસરથી માટી ઠાલવી વાહનોની અવરજવર બંધ કરવાની ફરજ પડી છે. જે મામલે માર્ગ અને મકાન વિભાગે તપાસ શરૂ કરી છે. અને વડી કચેરીને રીપોર્ટ કરતા ગાંધીનગરથી ટીમ પુલની ચકાસણી માટે આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

પુલ આજે અચાનક જ વચ્ચેથી બેસી ગયો

વાંકાનેર શહેરમાં બાયપાસ રોડ ઉપર રાતીદેવડી તેમજ પંચાસર રોડને જોડતો મચ્છુ નદી ઉપર બનાવવામાં આવેલ પુલ આજે અચાનક જ વચ્ચેથી બેસી ગયો હતો. જેથી જાણ થતા માર્ગ અને મકાન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પુલ પરથી અવરજવર જોખમી સાબિત થાય તેમ હોવાથી પુલ બંધ કરવામાં આવ્યો છે.

વાંકાનેરના જડેશ્વરની નેશનલ હાઈવેને જોડતા મચ્છુ નદીના પુલને હાલમાં બંધ કરવામાં આવતા વાંકાનેર શહેરમાંથી તમામ વાહનો પસાર થઈ શકશે. વર્ષ 2000માં બનેલ આ પુલ ઉપરથી હેવી વાહનો પસાર થવાને કારણે પુલ બેસી ગયો હોવાનું પ્રાથમિક તારણ તંત્ર દ્વારા કાઢવામાં આવ્યું છે. પુલની તપાસ માટે ગાંધીનગરથી ટીમ આવશે તેવી માહિતી પણ હાલ પ્રાપ્ત થઈ રહી છે.

ગુજરાતમાં ફરી એક વખત બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજમાં ગાબડા પડ્યા બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એક ઓવરબ્રિજમાં ગાબડા પડી ગયા છે. લીંબડી-અમદાવાદ હાઇવે પર આવેલા ઓવર બ્રિજ પર 10 ફૂટનું ગાબડુ પડ્યું છે. બ્રિજ પર ગાબડુ પડતા એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. 

હાઇવે નિર્માણ કામમાં પણ ભ્રષ્ટાચાર

લીંબડી સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ પર એક તરફનો 10 ફૂટનો ભાગ બેસી જતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા બેરિકેટ મુકીને ગાબડા પુરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. સામાન્ય વરસાદે જ વિકાસના કામમાં થયેલા ભ્રષ્ટાચારના બોલતા પુરાવા સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો