મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

થરાદ: 27 વર્ષની ડો. ગઝલાએ UPSCમાં 825નો રેન્ક મેળવ્યો, સતત 10 કલાક મહેનત કરી પિતાનું સપનું કર્યું પૂર્ણ

UPSCની 2023ની પરીક્ષાનું પરિણામ ગત રોજ જાહેર થય

થરાદ: 27 વર્ષની ડો. ગઝલાએ UPSCમાં 825નો રેન્ક મેળવ્યો, સતત 10 કલાક મહેનત કરી પિતાનું સપનું કર્યું પૂર્ણ

UPSCની 2023ની પરીક્ષાનું પરિણામ ગત રોજ જાહેર થયું હતું, જેમાં દેશના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષાઓ આપી હતી. આ પરીક્ષામાં ગુજરાતની વિદ્યાર્થિનીએ રાજ્યનું ગૌરવ વધાર્યું છે. બનાસકાંઠા જિલ્લાની થરાદની 27 વર્ષની યુવતીએ UPSC પરીક્ષાને પાસ કરીને પરિવારનું અને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. આ વિદ્યાર્થિનીનીનું નામ ડોકટર ગઝલા છે. વિદ્યાર્થિનીએ UPSCની પરીક્ષા પાસ કરીને સમગ્ર દેશમાં 825મો રેન્ક લાવી છે. UPSCની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને ડોક્ટર ગઝલા પોતાનું IAS બનાવવાનું સપનું કરશે પૂર્ણ.

થરાદની સરકારી હોસ્પિટલમાં સામાન્ય કર્મચારી તરીકે ગઝલાના પિતા ફરજ બજાવે છે. ગઝલાની સફળતા પાછળ તેના પિતા હનીફ ભાઈનું યોગદાન રહેલું છે. ગઝલાના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરી નાનપણથી જ ભણવામાં હોશિયાર હતી, પણ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી દીકરી UPSCની પરીક્ષા પાસ કરશે. તેમણે જણાવ્યું હતું કે મારી દીકરી સોશિયલ મીડિયા, સ્માર્ટફોનથી દૂર રહેતી હતી, તેમજ તે પુસ્તકો સાથે જ વધારે સમય પસાર કરતી હતી. તેને પુસ્તકોનું વાંચન કરવામાં વધારે રસ છે.

ડોક્ટર ગઝલાએ જણાવ્યું હતું કે મે UPSCની પરીક્ષા પાસ કરવા માટે સખ્ત મહેનત કરી છે, મારા પિતાએ મારા માટે જીંદગીમાં ઘણો સંઘર્ષ કર્યો છે. હું ભણતી હતી ત્યારથી જ IAS બનવાનું સપનું મેં સેવ્યું હતું. લોકોની સેવા કરવામાં મને ઘણો રસ છે ગઝલાએ UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો હતો કે રોજ 8 થી 10 કલાક વાંચન કરવું જોઈએ, તો જ તમે તેમાં સફળ થશો.

આ સમાચાર શેર કરો