Ahmedabad news: રાજ્યની સુરક્ષિત ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓનો આતંક આવ્યો સામે, જેલ સ્ટાફ પર ઈંટો વડે જીવલેણ હુમલો
રાજ્યની સૌથી સુરક્ષિત ગણાતી સાબરમ

રાજ્યની સૌથી સુરક્ષિત ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલ વિવાદોમાં સપડાઈ છે, મળતા અહેવાલ પ્રમાણે જેલની અંદર ચાર કાચા કામના કેદીઓએ જેલ સ્ટાફ પર જીવલેણ હુમલો કરતા જેલ પ્રશાસનમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેદીઓએ માત્ર હુમલો જ નહીં,પણ જેલ કર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પણ ઘટના સામે આવી છે.
જાણો બન્યું હતું જેલના 'છોટા ચક્કર'માં?
જેલના છોટા ચક્કર યાર્ડમાં ફરજ બજાવતા જેલકર્મીઓ પર અચાનક ચાર કેદીઓએ હુમલો કરી દીધો હતો. આ હુમલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સંગ્રામસિંહ નામના કેદીએ પોતે જ પોતાના માથામાં ઈંટ મારી પોતાની જાતને ઈજા પહોંચાડી હતી.જ્યારે જેલ સ્ટાફ તેને સારવાર માટે લઈ જવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે અન્ય સાથીદારો સાથે મળીને કેદીઓએ ઈંટોના છુટા ઘા કરવાનું શરૂ કર્યું હતું.જેલ સ્ટાફ પર હુમલો કરનાર ટોળકીમાં ચાર આરોપીઓ હતા જેમાં સંગ્રામસિંહ સિકરવાર,સતીષ ઉર્ફે સતીયો પટણી,હસમુખ ઉર્ફે પોપટ અને અંકિત લોધી…




