મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઓલપાડમાં ભયાનક અકસ્માત, 3નાં મોત

સોર્સ: gstv

સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક પર સવાર ચાર યુવકો 50 ફૂટથી વધુ ઊંચા બ્રિજ પરથી નીચે પટકાતાં ત્રણ યુવકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક યુવકની હાલત ગંભીર છે. પ્રાથમિક માહિતી મુજબ, ચાલકે કાબૂ ગુમાવતાં બાઇક બ્રિજની સુરક્ષા દીવાલ સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. સમગ્ર મામલે કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો