VIDEO: સુરતના ઓલપાડમાં પીએમ મોદીના જન્મદિવસે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન
વડાપ્રધાન મોદીના જન્મદિવસે સુરતના ઓલપાડમાં ભાજપ દ્વારા અલગ અલગ સેવાકીય કાર્ય

વડાપ્રધાન મોદીના જન્મદિવસે સુરતના ઓલપાડમાં ભાજપ દ્વારા અલગ અલગ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા.... ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ઓલપાડના સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભવ્ય સફાઈ અભિયાન હાથ ધરાયું હતું....આ અવસરે વડાપ્રધાનના સ્વસ્થ અને દીર્ઘાયુષ્ય માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં ભજન-કીર્તનનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને શ્રદ્ધાળુઓએ હાથમાં દીવડા લઈને ભવ્ય મહાઆરતીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.




