VIDEO: સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી સરકારી ગાડી લઈ મહારાષ્ટ્ર જતાં વિવાદ સર્જાયો
સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી ફરી એકવાર વિવાદના ઘેરાવા

સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી ફરી એકવાર વિવાદના ઘેરાવામાં આવ્યા છે. તેઓ પાલિકાની સરકારી ગાડી લઈને સાયરેન વગાડતા મહારાષ્ટ્રના શાહપૂર ગામે પહોંચ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચા જાગી છે. સરકારી વાહનનો અંગત કામ માટે ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે તે અંગે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. જોકે આ અંગે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેઓ ગાડી નિયમ મુજબ પરવાનગી અને મંજૂરી પત્ર મેળવીને જ લઈ ગયા હતા.




