VIDEO: સુરતના રીંગરોડ વિસ્તારમાં એક કિલોમીટરના રસ્તા પર અડધો ફૂટ ઊંડા ખાડા પડતાં વાહનચાલકો અને વેપારીઓ બેહાલ
સુરતમાં સતત વરસી રહેલા વરસાદને

સુરતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સુરત મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ ધોવાઈ જતાં મસ્તમોટા ખાડાઓ સામ્રાજ્ય જમાવી બેઠા છે, છતાં પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. ખાસ કરીને સુરતના ધમધમતા રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાંથી પસાર થતા એક કિલોમીટરના માર્ગ પર અડધો ફૂટ જેટલા ઊંડા ખાડા પડી જતાં રોજિંદા પસાર થતા લાખો વાહનચાલકો, વેપારીઓ અને સામાન્ય લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બિસ્માર રસ્તાઓને કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે, જેને પગલે તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે.




