મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ ૨૪ કલાક ખુલ્લી રાખવાના નિર્ણયને સુરતના રેસ્ટોરન્ટ સંચાલકોએ આવકાર્યો

ગુજરાતમાં દુકાનો અને વ્યાપારી

તસવીર: gstv

ગુજરાતમાં દુકાનો અને વ્યાપારી સંસ્થાઓને ચોવીસ કલાક ખુલ્લી રાખવાની છૂટ આપવાના રાજ્ય સરકારના ઐતિહાસિક નિર્ણયને સુરતના રેસ્ટોરન્ટ સંચાલકોએ આવકાર્યો છે. વેસુ વિસ્તારના એક રેસ્ટોરન્ટ સંચાલકે જણાવ્યું હતું કે સુરત તેની ખાણીપીણીની સંસ્કૃતિ માટે વિશેષ ઓળખાય છે, અને આગામી દિવસોમાં નવરાત્રી, દિવાળી તથા ગણપતિ જેવા મહા તહેવારો આવી રહ્યા છે જેમાં લોકો મોડી રાત્રે બહાર નીકળતા હોય છે. ખાસ કરીને નવરાત્રીમાં ગરબા રમીને રાત્રે બે-ત્રણ વાગ્યે ઘરે જતા ખેલૈયાઓ માટે આ નિર્ણય ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને સારો પ્રતિસાદ મળશે. સાથે જ સંચાલકે સ્પષ્ટ કર્યું હતું કે આ વ્યવસ્થા દરમિયાન સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ વેપારીઓની રહેશે.

આ સમાચાર શેર કરો