મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના ગોડાદરા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, ગાડીઓમાં તોડફોડ

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થ

તસવીર: gstv

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં  બેફામ બનેલા ઈસમોએ   આતંક મચાવીને રોડ પર ઊભેલી અને પસાર થઈ રહેલી અનેક નિર્દોષ લોકોની ગાડીઓમાં   તોડફોડ કરી હતી. વાહનોની તોડફોડની આ સમગ્ર ઘટનાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નિર્દોષ નાગરિકોની સંપત્તિને નુકસાન પહોંચાડતી આ ઘટનાને પગલે હવે પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો