મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આઝાદીના અલગ અલગ રંગ, શ્રાવણ માસમાં મહાદેવ મંદિરથી લઈને આદિવાસી દલિતો સાથે ઉજવણી

સુરત સહિત દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મં

આઝાદીના અલગ અલગ રંગ, શ્રાવણ માસમાં મહાદેવ મંદિરથી લઈને આદિવાસી દલિતો સાથે ઉજવણી

સુરત સહિત દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મંદિરો પણ આઝાદીના રંગે રંગાયા હોય તેવું સામે આવ્યું છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે મંદિરો પણ ત્રિરંગાના રંગમા શણગારવામાં આવ્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવના મંદિરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ત્રિરંગા કલરના શણગાર

સરથાણા વિસ્તારમાં તાપી કાંઠે આવેલા રામેશ્વર મંદિરમાં શ્રાવણ માસમાં રોજે રોજ અલગ અલગ થીમ પર શણગારની સાથે ઉજવણી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં રોજે રોજ ભાવિકો દર્શન માટે ઉમટતાં હોય છે. ત્યારે આજે આઝાદી દિવસે મંદિરમાં ત્રિરંગાના કલરથી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.

માતાજીને ત્રિરંગાના કલરના વાઘા અર્પણ કરાયા

મંદિરમાં જતાં દર્શનાળુઓએ શિવલિંગના થાળા આસપાસ પણ ફૂલોથી થયેલા શણગાર અને માતાજીની મૂર્તિને પણ ત્રિરંગાના કલરના વાઘાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાથે જ કહ્યું કે, પૌરાણિક મંદિરમાં અલગ અલગ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યાં છે. લોકોની મનોકામના મહાદેવ પૂર્ણ કરી રહ્યા છે. રોજે રોજ સત્સંગ અને કથા વાર્તાઓ પણ થઈ રહ્યા છે. 

આદિવાસી-દલિતો સાથે ઉજવણી

આ કાર્યક્રમમાં લોક સમસ્યા નિદાન કેન્દ્ર અધ્યક્ષ શ્રી બલ્લુભાઈ રેતીવાલા ઉપ પ્રમુખશ્રી શેહબાઝ શેખ અને આ કાર્યક્રમમાં લોક સમસ્યા નીદાન કેન્દ્ર  ના સંગઠન પ્રમુખ રહીશ ભાઈ શેખ સુરત શહેર પ્રમુખ ભાઈ ઢોલ ઓલ ઇન્ડિયા મહિલા પ્રમુખ દૂધવાલા અને ગાંધીનગર ઝૂંપર પટ્ટીના રહીશો કમલેશભાઈ રણછોડભાઈ સહિતના તમામ દલિત આદિવાસી સાથે મળીને સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના બાળકોને ફૂટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો